પોસ્ટ્સ

દીપાવલી શ્રી મહાલક્ષ્મીપૂજન મુહૂર્ત ઓક્ટોબર ૩૧, ૨૦૨૪

દિવાળી શ્રી મહાલક્ષ્મીપૂજન મુહૂર્ત -  રાજકોટ , અમદાવાદ , વડોદરા , સુરત , મુંબઈના શુભ મુહૂર્ત વિક્રમ સંવત ૨૦૮૦ , આશ્વિન અમાવસ્યા , ગુરુવાર , ઓક્ટોબર ૩૧ , ૨૦૨૪ અમાવસ્યા પ્રારંભ – ઓક્ટોબર ૩૧ , ૨૦૨૪ , ૧૫.૫૩ કલાક અમાવસ્યા અંત – નવેમ્બર ૦૧ , ૨૦૨૪ , ૧૮.૧૭ કલાક રાજકોટ શ્રેષ્ઠ મુહૂર્ત ( વૃષભ સ્થિર લગ્ન , સ્થિર નવમાંશ , પ્રદોષકાળ મુહૂર્ત) – ૧૯.૧૩ થી ૧૯.૨૫ અને ૧૯.૫૨ થી ૨૦.૦૪ પ્રદોષ કાળ મુહૂર્ત – ૧૮.૧૦ થી ૨૦.૪૨ વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત- ૧૯.૦૧ થી ૨૦.૫૯ નિશિથકાળ મુહૂર્ત – ૨૪.૦૫ થી ૨૪.૫૬ ચોઘડિયા મુહૂર્ત (શુભ , અમૃત , ચલ) – ૧૬.૪૨ થી ૨૧.૧૮ અમદાવાદ શ્રેષ્ઠ મુહૂર્ત ( વૃષભ સ્થિર લગ્ન , સ્થિર નવમાંશ , પ્રદોષકાળ મુહૂર્ત) – ૧૯.૦૫ થી ૧૯.૧૬ અને ૧૯.૪૩ થી ૧૯.૫૫ પ્રદોષ કાળ મુહૂર્ત – ૧૮.૦૨ થી ૨૦.૩૫ વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત - ૧૮.૫૩ થી ૨૦.૫૦ નિશિથકાળ મુહૂર્ત – ૨૩.૫૮ થી ૨૪.૪૯ ચોઘડિયા મુહૂર્ત (શુભ , અમૃત , ચલ) – ૧૬.૩૪ થી ૨૧.૧૦ વડોદરા શ્રેષ્ઠ મુહૂર્ત ( વૃષભ સ્થિર લગ્ન , સ્થિર નવમાંશ , પ્રદોષકાળ મુહૂર્ત) – ૧૯.૦૪ થી ૧૯.૧૫ અને ૧૯.૪૨ થી ૧૯.૫૪ પ્રદોષ કાળ મુહૂર્ત – ૧૮.૦૦ થી ૨૦.૩૩ વૃષભ સ્થિર લગ્ન મુહૂર્ત -

ચોપડા ખરીદવાના શુભ મુહૂર્ત – ઓક્ટોબર ૨૦૨૪ (દિવાળીના મુહૂર્ત વિ.સં ૨૦૮૦)

ગુજરાત તથા મુંબઈ માટે પંચાંગ અનુસાર દિવાળી વિ.સં ૨૦૮૦ના ચોપડા ખરીદવાના શુભ મુહૂર્ત નીચે મુજબ છે.  વિ.સં ૨૦૮૦ , આશ્વિન વદ ૦૮ , ગુરુવાર , ઓક્ટોબર ૨૪ , ૨૦૨૪ના શુભ મુહૂર્ત  (ગુરુપુષ્ય નક્ષત્ર યોગ )   ૦૬.૫૨ થી ૦૮.૦૫ સુધી ૧૧.૦૫ થી ૧૫.૧૧ સુધી ૧૬.૪૫ થી ૨૧.૧૧   સુધી વિ.સં ૨૦૮૦ ,  આશ્વિન વદ ૧૩ , મંગળવાર , ઓક્ટોબર ૨૯ , ૨૦૨૪ના શુભ મુહૂર્ત (ધનતેરસ) ૧૦.૩૨ થી ૧૩.૪૫ સુધી ૧૫.૧૯ થી ૧૬. 3 ૩ સુધી ૧૯.૪૩ થી ૨૧. 0 ૯ સુધી

રતન નવલ તાતા : પૈસો અને પ્રતિષ્ઠા આપનારા યોગ

છબી
શ્રી રતન ટાટાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏 વર્ષ ૨૦૧૪માં એમની કુંડળી વિશે ચર્ચા કરતો લેખ ગુજરાત સમાચારની મુંબઈ આવૃતિ માટે લખ્યો હતો.  ✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦   દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને તાતા જૂથના સમૂહને નવી ઊંચાઈ પર લઈ જનાર એવા તાતા જૂથના નિવૃત થઈ ચૂકેલાં માનદ ચેરમેન શ્રી રતન નવલ તાતાની કુંડળીમાં શુભ ગ્રહ ગુરુની મૂળત્રિકોણ રાશિ ધનુનુ જન્મલગ્ન ઉદય પામી રહ્યું છે. ધનુ લગ્ન ધરાવનાર વ્યક્તિ ઉમદા હૃદય ધરાવનાર હોય છે. તેઓ પરોપકારી , ડહાપણયુક્ત અને ધૈર્યવાન પ્રકૃતિ ધરાવે છે. ચહેરો ભવ્ય , આત્મવિશ્વાસી , પ્રભાવશાળી , સુંદર અને ગંભીર હોય છે. આંખો પાણીદાર અને ગૂઢદર્શી હોય છે. જન્મતારીખ: ડિસેમ્બર 28 , 1937 જન્મસમય: 6.30 a.m. જન્મસ્થળ: મુંબઈ જન્મલગ્ન કુંડળી નવમાંશ કુંડળી    જન્મલગ્નમાં સૂર્ય , બુધ અને શુક્રની યુતિ છે. લગ્નસ્થાનમાં સૂર્ય વ્યક્તિને આત્મવિશ્વાસી , દ્રઢનિશ્ચયી , ઉદાર , વિદ્વાન , સ્વાભિમાની , મહાત્વાકાંક્ષી અને ગંભીર બનાવે છે. અહીં સૂર્ય પુરુષ રાશિમાં સ્થિત છે. લગ્નમાં પુરુષ રાશિનો સૂર્ય ઉચ્ચ પદ અને સત્તા અપાવે છે. પરંતુ સ્ત્રી સુખમાં કે સંતાન સુખમાં કમી રહે છે. બ